Himachal Pradesh: શિમલા બાદ હવે મંડીમાં ગેરકાયદે મસ્જિદ નિર્માણનો ઉગ્ર વિરોધ, પોલીસે વોટર કેનનનો મારો કર્યો

September 13, 2024

Himachal Pradesh: સંજૌલીમાં (Sanjauli) ચાલી રહેલી ગેરકાયદેસર મસ્જિદના નિર્માણની આગ હજુ શમી નથી ત્યારે આજે મંડીમાં (Mandi) એક મસ્જિદને લઈને વિવાદ શરૂ થયો છે. હિંદુ સંગઠનો તરફથી વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે દેખાવકારો પર વોટર કેનનનો પણ છંટકાવ કર્યો હતો.

શિમલા બાદ હવે મંડીમાં ગેરકાયદે મસ્જિદ નિર્માણનો ઉગ્ર વિરોધ

મળતી માહિતી પ્રમાણે હિન્દુ સંગઠનના લોકો મંડીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. હિન્દુ સંગઠનના લોકોએ આ માંગને લઈને રેલી કાઢી હતી. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. લોકોના મતે, આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનાવવામાં આવી છે અને તેને તોડવી પડશે, ગેરકાયદે બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં. મંડીમાં ગેરકાયદેસર મસ્જિદના નિર્માણનો જોરદાર વિરોધ જોઈને જિલ્લાના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું કે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવશે. મસ્જિદ સીલ કરવામાં આવશે.

 સીએમ સુખવિંદર સિંહ સુખુનું નિવેદન આવ્યું સામે

હોબાળા વચ્ચે સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે હિમાચલ પ્રદેશ શાંતિ, સુલેહ-શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે. દરેક ધર્મ અને સમુદાયના લોકોને તેમના અધિકારોના સંપૂર્ણ સન્માન સાથે અહીં કામ કરવાનો અધિકાર છે. મંડીમાં એક મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો સામે આવ્યો છે. મસ્જિદ વિવાદ અંગે એક કમિટી બનાવવામાં આવશે. અમારી સરકાર કાયદા મુજબ કાર્યવાહી કરશે. ગેરકાયદે બાંધકામ સ્વીકાર્ય નથી. પરંતુ કાયદાના દાયરામાં ગેરકાયદે બાંધકામો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ શીમલાના સંજૌલીમાં પણ થયો હતો વિરોધ

તમને જણાવી દઈએ કે, આ પહેલા શિમલાના સંજૌલીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

આ પણ વાંચો :  રાજકોટ મનપાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, રાજકોટવાસીઓ ક્યાં સુધી તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવતા રહેશે ?

Read More

Trending Video