Himachal Cloudburst:શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, એકનું મોત, 28 લોકો ગુમ

August 1, 2024

Himachal Cloudburst: દેશના અનેક વિસ્તારોમાં વરસાદે (Rain) તારાજી સર્જી છે. કેરળમાં (kerla) ભારે વરસાદના (Heavy Rain) કારણે ભૂસ્ખલન (Landslide) બાદ હવે હિમાચલ પ્રદેશમાં (Himachal  pradesh) તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. હિમાચલ પ્રદેશના શિમલા (Shimla), મંડી (Mandi) અને કુલ્લુમાં (kullu) ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના અને ભારે નુકસાનના અહેવાલ છે. મંડીના ચૌહર ઘાટીમાં, મુશળધાર વરસાદ બાદ પહાડીમાં તિરાડ પડતાં એક ઘર કાટમાળમાં આવી ગયું હતું. બે પરિવારના 6થી વધુ સભ્યો ગુમ થયાના અહેવાલ છે. એક મૃતદેહ મળી આવ્યો છે અને 30 અન્ય લોકો પણ ગુમ હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ઘણા ઘરોને પણ નુકસાન થયું છે.

શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું

માહિતી અનુસાર, દુર્ગમ વિસ્તારને કારણે, વહીવટીતંત્ર પંચાયત પ્રતિનિધિઓ અને તિક્કન સબતહેસીલના અધિકારીઓ સાથે સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા બંધ છે. સંદેશાવ્યવહારના માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટવાથી 19 લોકો લાપતા છે. SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. શિમલાના ડેપ્યુટી કમિશનર (DC) અનુપમ કશ્યપે આ માહિતી આપી છે.

શિમલા (રામપુર ઝાકરી સમેજ ખાડ)માં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટવાની માહિતી છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેની પુષ્ટિ કરી છે. વાદળ ફાટવાની માહિતી મળ્યા બાદ ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપ અને પોલીસ અધિક્ષક સંજીવ ગાંધી ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. પ્રશાસનની લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. NDRF અને સ્થાનિક પોલીસની ટીમો અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે.

DSRF, પોલીસ દળ અને બચાવ દળની ટીમો ઘટનાસ્થળે

ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ DSRF, પોલીસ દળ અને બચાવ દળની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

રસ્તાઓ બંધ થવાને કારણે બચાવ ટીમને મુશ્કેલી

ડીસી અનુપમ કશ્યપના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થવાને કારણે બચાવ ટીમ સાધનો સાથે બે કિલોમીટર ચાલીને સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.અધિકારીઓ અને બચાવ ટીમના સભ્યોને વાદળ ફાટવાની ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે.

મંડીમાં વાદળ ફાટવાથી એકનું મોત

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પધર સબ ડિવિઝનના થલતુખોડમાં પણ વાદળ ફાટ્યું છે. ત્યાંથી એક મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 11 લોકો ગુમ છે. NDRF-SDRFની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઘણા ઘરોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. મંડીના ડીસી અપૂર્વ દેવગનના જણાવ્યા અનુસાર, જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

કુલ્લુમાં પાવર પ્રોજેક્ટને નુકસાન

કુલ્લુના મલાનામાં વાદળ ફાટવાને કારણે પાવર પ્રોજેક્ટને નુકસાન થયું હોવાની માહિતી છે. આ ઘટનામાં અનેક વાહનો વહી જવાના પણ સમાચાર છે.

આ પણ વાંચો : સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં ગૃહ મંત્રી અમીત શાહ સાથે કરી મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

Read More

Trending Video