vadodara માં વધુ એક સગીરા હેવાનનો શિકાર બની!ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ

October 11, 2024

Rape Case in Vadodara:વડોદરાના (vadodara)  ભાયલી (Bhayli) વિસ્તારમાં સગીરા પર થયેલાં એક દુષ્કર્મના (Rape Case) પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં તો વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સંસ્કારી નગરીને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક યુવતીએ દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મ

મળતી માહિતી મુજબ વડોદરાની એક યુવતી મકરપુરા વિસ્તારના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તે યુવતીને પટાવીને બેથી ત્રણ વખત આરોપીએ તેના મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ નવરાત્રી દરમિયાન યુવતીને કોઈને કોઈ બહાના હેઠળ હેરાનગતિ કરવામાં આવતી હતી.આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા ગઈકાલે મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી સાજીદશા દીવાન હેરાન કરતો હતો.એટલું જ નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી સાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.આ ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આપી માહિતી

આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુવતીની માતાએ ફરિયાદ આપી હતી કે, મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે મારી દીકરીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંસ્કારી નગરીમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતા

આમ વડોદરામાં ફરી એક વાર સગારા દુષ્કર્મનો ભોગ બનતા મહિલાઓની સુરક્ષાને  લઈને સવાલો ઉઠી રહ્યા છે ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હવસખોરો મોટા ભાગે સગીર યુવતીઓને શિકાર બનાવી રહ્યા છે. વડોદરામાં હજુ તો ભાયલી વિસ્તારમાં સગીરા પર થયેલાં  સામુહિક દુષ્કર્મની શાહી પણ સુકાઈ નથી ત્યાં વધુ એક સગીરાને વિધર્મીએ પોતાની હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે આવા દુષ્કર્મીઓ દાનવોથી મહિલા અને બાળકીઓને કેવી રીતે સુરક્ષિત રાખવી તે પણ સવાલ થઈ રહ્યો છે ?

આ પણ વાંચો :  ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓ મામલે ભાજપના ધારાસભ્યનું મોટુ નિવેદન, કહ્યું -‘અત્યારે પોલીસની ધાક રહી નથી’

Read More

Trending Video