Hemant Soren : હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, જેલમાંથી છૂટ્યા બાદ લીધા શપથ

July 4, 2024

Hemant Soren : ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને (Hemant Soren) આજે રાજભવન ખાતે ઝારખંડ (Jharkhand)ના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. JMMએ અગાઉ કહ્યું હતું કે રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નન દ્વારા રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા પછી હેમંત સોરેન 7 જુલાઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ પાછળથી JMMના નેતૃત્વવાળા ગઠબંધને નિર્ણય લીધો કે હેમંત સોરેન (Hemant Soren) મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

હેમંત સોરેન (Hemant Soren)ની પત્ની કલ્પના સોરેને શપથ ગ્રહણ સમારોહ પહેલા X પર પોસ્ટ કરીને કહ્યું કે, સમય બદલાશે અને અમે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. આખરે લોકશાહીની જીત થઈ. 31મી જાન્યુઆરી 2024થી શરૂ થયેલા અન્યાયને હવે ખરા અર્થમાં ન્યાય મળવા લાગ્યો છે. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે, હેમંત સોરેનના ઘરે ગઠબંધન ભાગીદારોની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચંપઈ સોરેને બુધવારના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને હેમંત સોરેને (Hemant Soren) સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ રાધાકૃષ્ણનને મળ્યું હતું. હેમંત સોરેનની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, આરજેડી મંત્રી સત્યાનંદ ભોક્તા અને સીપીઆઈ (એમએલ) ધારાસભ્ય વિનોદ સિંહ સામેલ હતા. ગાંડેયના ધારાસભ્ય અને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.

આ પણ વાંચોRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોંગ્રેસ કર્યો કરો સાથે કરશે મુલાકાત

Read More