Ahmedabad માં ધોધમાર વરસાદ,રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી, હજુ અમદાવાદ માટે આટલા કલાક ભારે

June 30, 2024

Ahmedabad Rain:હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) મુજબ અમદાવાદમાં (Ahmedabad) ધોધમાર વરસાદ (Rain) શરુ થયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી છુટાછવાયા ઝાપટાં પડી રહ્યા હતા ત્યારે આજે બપોર બાદ શહેરમાં વરસાદ શરુ થતા શહેરીજનોને બફારાથી રાહત મળી હતી.

 અમદાવાદમાં ધોધમાર વરસાદ

પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેમાંનારણપુરા ઘાટલોડિયા, સેટેલાઈટ, જોદપુર, વસ્ત્રાપુર,નિકોલ નરોડા, બાપુનગર તેમજ ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આજે મેઘરાજા મનમુકીને વરસતા શહેરીજનોને બફારાથી રાહત મળી છે.

અખબાર નગર મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રિજ બંધ કરાયા

જાણકારી મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરના અખબાર નગર મીઠાખળી અને ત્રાગડ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં વરસાદની આગાહી

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આગામી બે દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં રવિવાર-સોમવાર તેમજ 4-5 જુલાઇના વરસાદનું જોર વધારે રહી શકે છે.

આ પણ વાંચો : મન કી બાત: સરકાર બાદ પીએમ મોદીની મન કી બાત, જાણો ક્યા ક્યા વાતો પર વાત કરી 

Read More

Trending Video