Haryana-Maharashtra Assembly Election: ચૂંટણી પંચ (Election Commission) આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે.
જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું આજે થશે એલાન
ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.
હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો પર થશે મતદાન
હરિયાણાની વાત કરીએ તો અહીં કુલ 90 વિધાનસભા સીટો છે. હાલ ત્રણ બેઠકો ખાલી છે. ભાજપના 41 ધારાસભ્યો છે. કોંગ્રેસના 29 ધારાસભ્યો છે, જેજેપી પાસે 10 અને INLD અને HLP પાસે એક-એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે
મહત્વનું છે કે, 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થશે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં થઈ શકે છે મતદાન
ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા વધી
ઉલ્લેખનીય છે કે, સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે 2022 ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. આ રીતે જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 2014 માં, 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની 37 બેઠકો અને કાશ્મીર ખીણની 46 બેઠકો ઉપરાંત લદ્દાખની 6 બેઠકો હતી.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને ઉત્સાહ
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીનગરમાં મતદાને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય સીટો પર પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ISROની વધુ એક મોટી સફળતા, EOS-08 લોન્ચ, જાણો મિશનની સંપૂર્ણ વિગતો