AAP Candidates Second List: હરિયાણામાં (Haryana) કોંગ્રેસ (Congress) સાથે બગડતા ગઠબંધનના અહેવાલો વચ્ચે આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની જાહેરાત કરી હતી.ત્યારે આજે પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપ પાર્ટીએ આ યાદીમાં બળવાખોરોને ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં બરવાલાથી ભાજપના બળવાખોર છત્રપાલ સિંહ, થાનેસરથી ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજ અને બાવલથી કોંગ્રેસના બળવાખોર નેતા જવાહર લાલને મેદાનમાં ઉતાર્યા છે.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે બીજી યાદી જાહેર કરી છે. AAPએ આ યાદીમાં નવ ઉમેદવારોની જાહેરાત કરી છે. ગઈકાલે ભાજપ છોડીને AAP પાર્ટીમાં સામેલ થયેલા પ્રો. છત્રપાલને બરવાળાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.કોંગ્રેસ સાથે ગઠબંધનની વાટાઘાટો તૂટ્યા બાદ AAPની આ બીજી યાદી છે.
📢Announcement 📢
The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.
Congratulations to all 💐 pic.twitter.com/EFrELVxhhb
— AAP (@AamAadmiParty) September 10, 2024
AAPના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ આપ્યું આ નિવેદન
AAPના પ્રદેશ અધ્યક્ષ સુશીલ ગુપ્તાએ ગઈ કાલે કહ્યું હતું કે અમે તમામ 90 બેઠકો પર ઉમેદવારો જાહેર કરીશું. તેમણે કહ્યું કે હરિયાણામાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે. ભાજપ સહિત અન્ય કોઈ પક્ષ હરીફાઈમાં નથી. AAP હરિયાણામાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે.
જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
રીટા બામણીયાને સધૈરાથી ટિકિટ આપવામાં આવી છે. થાનેસરથી કૃષ્ણા બજાજ અને ઈન્દ્રીથી હવા સિંહને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મુખત્યાર સિંહ બાઝીગરને રતિયાથી, એડવોકેટ ભૂપેન્દ્ર બેનીવાલને આદમપુરથી અને જવાહર લાલને બાવલથી ટિકિટ આપવામાં આવી છે. ફરિદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આબાશ ચંદેલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Shankersinh Vaghela એ Surat ની પથ્થરમારાની ઘટનાના ષડયંત્ર મામલે કહ્યું- સામાન્ય ઘટનાને મોટું રુપ આપવામા આવે છે