Haryana Election 2024: હરિયાણાની (Haryana) 90 વિધાનસભા સીટો (assembly seats) માટે આજે સવારથી મતદાન (polling) ચાલી રહ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હોવા છતાં કેટલીક જગ્યાએથી છૂટાછવાયા વિવાદના કિસ્સાઓ પણ નોંધાયા હતા. મહેમ વિધાનસભા બેઠકના બૂથ નંબર 134 પર ભાઈઓ બલરાજ કુંડુ અને આનંદ સિંહ ડાંગી વચ્ચે મતદાન દરમિયાન મારામારી થઈ હતી.
હરિયાણામાં મતદાન મથક પર થઈ મારામારી
મળતી માહિતી મુજબ, રોહતકના મેહમ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર બલરામ ડાંગીના મદીના ગામના બૂથ નંબર 134 પર વોટિંગને લઈને બે પક્ષો વચ્ચે હંગામો થયો હતો. અહીં સીટીંગ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર બલરાજ કુંડુના પીએના કપડા ફાટી ગયા હતા. બલરાજ કુંડુએ કોંગ્રેસના ઉમેદવાર અને મંત્રી આનંદ સિંહ ડાંગીના પુત્ર બલરામ ડાંગી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ સિંહ ડાંગી પોતે ચૂંટણી લડી રહ્યા નથી, તેમના પુત્ર બલરામ ડાંગી કોંગ્રેસની ટિકિટ પર મહેમથી ચૂંટણી લડી રહ્યા છે.
બલરાજ કુંડુ પર કેમ થયો હુમલો ?
બલરાજ કુંડુએ કહ્યું કે, આનંદ ડાંગી હારના ડરથી નારાજ છે અને તેથી જ તેણે પોતાના સમર્થકો સાથે મળીને બલરાજ કુંડુ પર હુમલો કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે હું મદીનાના બૂથ નંબર 134 પર નિરીક્ષણ માટે ગયો હતો, ત્યારે આનંદ સિંહ ડાંગી, જે ઉમેદવાર પણ નથી, બળપૂર્વક બૂથમાં પ્રવેશ્યા અને મારી સાથે ઝપાઝપી કરી.
બલરાજ કુંડુએ આનંદ સિંહ ડાંગી પર ગંભીર આરોપ લગાવ્યા
બલરાજ કુંડુએ આનંદ સિંહ ડાંગી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે 20-25 લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેના કપડાં ફાડી નાખ્યા હતા. કુંડુનો આરોપ છે કે ડાંગી તેના સમર્થકો સાથે બોગસ મતદાન કરવા આવ્યા હતા, જ્યારે તેઓએ તેને રોક્યો ત્યારે ડાંગીએ તેની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરી. માહિતી મળતાં જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ આરોપોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : vadodara airport bomb threat : વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ એજન્સીઓ એલર્ટ