Haryana BJP Candidates Second List: ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોગાટની સામે કોને ઉતાર્યા મેદાને

September 10, 2024

Haryana BJP Candidates Second List: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly elections) માટે ભાજપે (BJP) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે, ભાજપે હરિયાણાની 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. પ્રથમ યાદીમાં 67 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા સીટથી નસીમ અહેમદ અને પુનાના સીટથી એઝાઝ ખાનને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે જુલાના સીટ પર કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે રેસલર વિનેશ ફોગાટ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો : Gujarat Police recruitment : પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ, હસમુખ પટેલે આપી માહિતી

Read More

Trending Video