Haryana Assembly Elections 2024: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો,વધુ એક નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

September 5, 2024

Haryana Assembly Elections 2024: હરિયાણામાં (Haryana) વિધાનસભા ચૂંટણીને (Assembly Elections) હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે.ત્યારે આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો જીત માટે કમર કસી લીધી છે. બીજી તરફ ટિકિટ ન મળવાના કારણે પક્ષના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના ફતેહાબાદના રતિયાના ભાજપના ધારાસભ્ય (BJP MLA) લક્ષ્મણ નાપાએ (Laxman Napa) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

પત્તું કપાતાં નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કર્યાના એક દિવસ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) રાતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ આજે ​​(5 સપ્ટેમ્બર) પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું. 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ નકારવામાં આવતાં રતિયા રિઝર્વ વિધાનસભા મતવિસ્તારના શાસક ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ દાસ નાપાએ પાર્ટી છોડી દીધી છે.અને કહેવામા આવી રહ્યું છે કે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ભાજપે ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા પછી તરત જ, નાપ્પાએ રાજ્ય પક્ષના વડા મોહન લાલ બડોલીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ પક્ષ છોડી રહ્યા છે અને તેના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહ્યા છે.

પહેલા બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતાએ આપ્યું હતુ રાજીનામું

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ બુધવારે ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી જાહેર થતાં જ પાર્ટીમાં વિરોધ શરૂ થયો હતો. ટિકિટ ન મળવાથી નારાજ ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપને અલવિદા કહી દીધું. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ પહેલા બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગીલે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી દીધી હતી અને તમામ જવાબદારીઓથી રાજીનામું આપી દીધું હતું. ઉકલાના વિધાનસભા મતવિસ્તારમાંથી પક્ષની ખોટી ટિકિટ ફાળવણીના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. તેમને કહ્યું હતુ કે આ ટિકિટ ફાળવણી માત્ર પાર્ટીને જ નારાજ કરશે પરંતુ સમગ્ર હરિયાણાને ભારે નુકસાન પહોંચાડશે.

ચૂંટણી પહેલા ભાજપની વધી મુશ્કેલી

મહત્વનું છે કે, ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને કોંગ્રેસ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જે સત્તા વિરોધી લહેરનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. સૈની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. 90 સભ્યોની વિધાનસભાની મતગણતરી 8 ઓક્ટોબરે થશે.

આ પણ વાંચો : Bangladesh થી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલ માતા-પુત્રી પર BSF એ કર્યો ગોળીબાર, 13 વર્ષીય હિન્દુ યુવતીનું મોત

Read More

Trending Video