Haryana Assembly Election Results 2024 : પ્રારંભિક વલણોમાં ભાજપને મોટો ફટકો, હરિયાણામાં કોંગ્રેસને મળી બહુમતી

October 8, 2024

Haryana Assembly Election Results 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની (Haryana Assembly Election) 90 બેઠકોના પરિણામો આવશે. બરાબર 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં ટ્રેન્ડ્સ ઉભરાવા લાગશે. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી અધિકારીઓ સવારે 5 વાગે મતદાન મથકો પર પહોંચી ગયા હતા. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVM મશીનના મતોની ગણતરી કરવામાં આવશે.

હરિયાણામાં મત ગણતરી શરૂ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણાના તમામ 22 જિલ્લાની 90 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થઈ રહ્યો છે.

પ્રારંભિક વલણોમાં ભાજપને મોટો ફટકો

શરૂઆતના વલણોમાં કોંગ્રેસ બહુમતીના આંકને સ્પર્શી ગઈ છે. કોંગ્રેસ 48 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 23 સીટો પર આગળ છે. જ્યારે INLD 2 બેઠકો પર આગળ છે. દુષ્યંત ચૌટાલા પાછળ છે.

હરિયાણામાં વિનેશ ફોગટ આગળ

હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જુલાનાથી વિનેશ ફોગાટ અને ગઢી સાંપલાથી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આગળ ચાલી રહ્યા છે.

સીએમ નાયબ સૈની અને અનિલ વિજ આગળ

હરિયાણાના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતની નજીક જતી જોવા મળી રહી છે. જ્યારે, સીએમ નાયબ સૈની આગળ છે અને અનિલ વિજ અંબાલા કેન્ટથી આગળ છે.

હરિયાણામાં કયા ઉમેદવારો પર ફોકસ રહેશે?

હરિયાણામાં ઘણા મોટા નેતાઓ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. બધાની નજર કુરુક્ષેત્ર જિલ્લાની લાડવા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા અને વર્તમાન મુખ્યમંત્રી નયબ સિંહ સૈની પર છે. તે જ સમયે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જે રોહતક જિલ્લાની ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમને પણ ચૂંટણી સ્પર્ધામાં મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત કુસ્તીબાજ વિનેશ ફોગટ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી સેલજા, ભાજપના અનિલ વિજ અને અપક્ષ ઉમેદવાર રણજીત ચૌટાલાની બેઠકોના પરિણામો પર પણ જનતા અને રાજકીય વિશ્લેષકોની નજર છે.

ભાજપ અને કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે?

હરિયાણામાં કયો પક્ષ બનાવશે સરકાર? આ એક પ્રશ્ન છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે? જો કે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી, ભાજપના નેતા અનિલ વિજ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી સેલજા મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. બંનેએ સ્પષ્ટપણે મીડિયાની સામે મુખ્યમંત્રી પદ માટે પોતપોતાના દાવા દાખવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં 15 દિવસમાં જ 6 દુષ્કર્મની ઘટનાઓ , વર્તમાન ગૃહમંત્રીના ‘કુ’શાસનમાં અપરાધીઓ બેફામ, આપ પાર્ટીએ વિરોધ કરી હર્ષ સંઘવીનું માગ્યું રાજીનામુ

Read More

Trending Video