Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી કે, ‘દાદાના રાજ’ માં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહિ, કાયદામાં રહેશો તો ફાયદમાં રહેશો.
સોમનાથ દબાણ દૂર કરવા મુદ્દ હર્ષ સંઘવીનું નિવેદન
સોમનાથ દબાણ દૂર કરવા મુદ્દ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કામગીરી બાબતે કોર્ટમાં અરજદારો દ્વારા પડકાર કરવામા આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ સરકાર દ્વારા કોર્ટમાં આપવામા આવ્યો છે. કોર્ટમાં ચાલું મેટર પર બોલવું યોગ્ય ન કહેવાય, પરંતુ સરકાર દ્વારા અનેક વાર નોટીસ આપવા સહિતનેી જે પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની નવી તારીખનો હાઈકોર્ટ નવો ઓર્ડર છે તેને પણ સ્ટડી કરવી જોઈએ જેથી સંપૂર્ણ જવાબ મળી જશે.
Ahmedabad ચાણક્યપુરીના લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યા બાદ હર્ષ સંઘવી આકરાપાણીએ #ahmedabad #harshsanghvi #gujaratpolice #gujarat #Nirbhaynews@GujaratPolice @sanghaviharsh @AhmedabadPolice pic.twitter.com/zGQmcA4L61
— Nirbhaynews (@nirbhaynews1) October 1, 2024
નવરાત્રીના આયોજન મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું ?
નવરાત્રીમાં વિશેષ આયોજન શું તે અંગે કહ્યું કે, ગુજરાતીઓ માટે આ આસ્થા સાથે ઉત્સવનો મહોત્સવ છે. દરેક લોકો માં અંબાના ગરબા લેતા હોય છે ગુજરાતીઓ નવરાત્રીના મહિનાઓ પહેલાથી તૈયારીઓ કરતા હોય છે. આ ગરબા ગુજરાત પુરતું નથી રહ્યું, યુનેસ્કો દ્વારા દુનિયાના હેરીટેજ અનેક કલ્ચરલ એક્ટીવીટી હોય છે તેમાં પણ ગરબાને સ્થાન આપવામા આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર નાગરિકોની માટે વ્યવસ્થા કરવામાં હંમેશા આગોવાની લેતી હોય છે. અનેક વર્ષોથી યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા હોય તેવી વ્યવસ્થાઓ કરી છે સાથે રાજ્યની નાના મધ્યવર્ગના વેપારીઓ નવરાત્રીના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને તે વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ સારી બની શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષોથી વ્યવસ્થા કરવામા આવે છે. આ વર્ષે પણ આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉસ્તાહ પૂર્વક ઉત્સવ ઉજવી શકે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે.મારી પાસે આયોજકો મને મળવા આવ્યા હતા અને 12 વાગ્યાથી વધારે ચાલે તે માટે માંગ કરી હતી, પરંતુ દાદા ની સરકારે સવાર સુધીની છુટ આપવાની હતી પરંતુ મને આયોજકોએ મળીને કહ્યુ કે, સવાર સુધી તો અમારા બેન્ડ પણ વગાડી ના શકે પરંતુ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી છુટ મળે, 1 – 2 વાગ્યા સુધી ગરબા રમાડી શકીએ એટલા માટે પોલીસ અને આયોજકો સાથે મળીને બધી વ્યવસ્થાઓ કરશે, પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કે, સોસાયટીની નજીક હોય એટલા માટે કોઈને તકલીફ ન પડે તે રીતે પ્રકારની વ્યવસ્થા કરવાની સુચના આપવામા આવી છે.
Harsh Sanghvi : “આ તો એક નમૂનો છે જરૂર પડશે તો આનાથી પણ કડક પગલાં ભરશું”#HarshSnghavi #ahmedabad #viralvideo #Gujarat #GujaratPolice #Nirbhaynews pic.twitter.com/BcRBG8iyXS
— Nirbhaynews (@nirbhaynews1) October 1, 2024
અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંક મામલે હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંકની જે ઘટના સામે આવી હતી આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી, મારો નિયમ અને વ્યવહાર તે તમામ ગુનેગારો માટે આજ પ્રકારનો રહેશે, રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ તેનો ખુબ સારી રીતે જાણે છે. અને હુ માતા પિતાઓને અપીલ કરુ છું કે, પોતાના બાળકોને કાયદો જરુરથી શીખવાડી લેજો , જો કાયદો તોડશે તો નુકસાન જરુરથી થશે. ગુજરાતનું સુત્ર છે કે, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં, જે કાયદામાં રહેશે તે જરુરથી ફાયદામાં રહેશે. જો આ પ્રકારની ભૂલ કરશો તો સાત જનમ સુધી યાદ રહેશે તે પ્રકારની કાર્યવાહી કરવામા આવશે.આ લોકો ભવિષ્યમાં તલવાર ઉચકવાનું તો છોડો પણ તલવાર હાથમાં લેતા પણ ધ્રુજી જાય તે પ્રકારની પરિસ્થતિ કરવામા આવશે બાકીના વિષયો જે ઉચ્ચ અધિકારીઓ છે તે જોઈ રહ્યા છે. આ તો એક નમૂનો છે જરુર પડશે તો આનાથી પણ કડક પગલા ભરવામા આવશે, રાજ્યના નાગરિકોને વિનંતી છે કે, તમને સ્વતંત્રતા છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે.
આ પણ વાંચો : ‘આવી મૂર્ખતા સરકારે કરી તો પરિણામ સારુ નહીં આવે, ઉગ્ર જન આંદોલન માટે તૈયાર રહે’ : Jignesh Mevani