કોઈ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી : હર્ષ સંઘવી

March 8, 2024

Gandhinagar :ગુજરાતમાં પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતી કાલે મહાત્મા મંદીર ખાતે “યુવા સાંસદ” કાર્યક્રમ યોજાશે. આ “યુવા સાંસદ” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાશે. ત્યારે આ પહેલા આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પકત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, યુવા સંસદમા વિપક્ષ નેતા તરીકે અમને કોઈ રાહુલ ગાંધી મળ્યા નથી, કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર નથી.

હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમ યોજાશે, જેમાં 83 યુનિવર્સિટીના 550 જેટલા યુવાનોને એક દિવસ માટે સાંસદ બનવાની તક મળશે. માહિતી મુજબ, દરમિયાન ગૃહમાં યુવાનો 5 જેટલા અલગ અલગ બિલને રજૂ કરશે. ત્યારે આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી કે, આખા દિવસ દરમિયાન 550 જેટલા યુવાનો કુલ 5 બિલ રજૂ કરીને તેની પર ચર્ચા કરશે તેમાં યુનિફોર્મ સિવિલ કોડ, આર્ટીકલ 370, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ અને સાયબર સિક્યોરિટી પર ગુજરાતના યુવાનો ખુલ્લા મને ચર્ચા કરશે. એનર્જી રિસર્ચ અને જ્યુડિસરી રિફોર્મ અને ભારતમાં થયુ છે તેને લઈને પણ યુવાનો ચર્ચા કરવાના છે. વિપક્ષ નેતા રાખવા પર હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, અમને કોઈ રાહુલ ગાંધી મળ્યા નથી. કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો : કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારને તૈયારી શરુ કરવા કહ્યું, જાણો કોંગ્રેસ હાઈકમાન્ડે કોને કોને ફોન કર્યો

Read More

Trending Video