Harsh Sanghavi : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

August 17, 2024

Harsh Sanghavi : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે નિધન થઇ ગયું છે. રમેશભાઈ સંઘવી છેલ્લા ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીની આજ અંતિમ યાત્રા આજે સાંજે 5.૦૦ વાગે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

Read More

Trending Video