Harsh Sanghavi : ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તાર હોય કે રણ વિસ્તાર દરેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ (Gujarat Police) જો દરેક જગ્યાએથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડે છે તો આ ડ્રગ્સ મૂળ આવે છે ક્યાંથી ? એ એક બૌ મોટો સવાલ છે. છેલ્લા કેટલાક દિવસમાં કચ્છમાંથી કેટલાક લાવારિસ ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે તેને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ એક ટ્વીટ કરી ગુજરાત પોલીસના વખાણ કર્યા છે.
છેલ્લા એક જ અઠવાડિયામાં જો માત્ર કચ્છમાંથી 61 કરોડથી વધારાનું લાવારિસ ચરસ મળી આવ્યું છે. નારાયણ સરોવર – 2 પેકેટ, કોઠારા – 10 પેકેટ, જખૌ મરીન – 9 પેકેટ, જખૌ મરીન – 10 પેકેટ, માંડવી સિટી – 10 પેકેટ, નારાયણ સરોવર – 10 પેકેટ, કોઠારા – 9 પેકેટ મેથાએમફેટામા ઇન ઝડપાયું હતું. અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરતી ટ્વીટ પણ કરી છે.
કઠોર સેવા દ્વારા ગુજરાત પોલીસ નશાકારક પદાર્થોની પ્રતિબંધિતાને મજબૂતી પ્રદાન કરે છે!
▪️ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા આઠ દિવસના સમયગાળા અંતર્ગત વિવિધ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
વિગત:-
▪️ઝવેરનગર – 30 પેકેટ ચરસ
▪️મોજપ ગામ – ૨૧ પેકેટ ચરસ
▪️ચંદ્રભાગા ગામ…— Harsh Sanghavi (@sanghaviharsh) June 15, 2024
વધુમાં તેમણે આજે દ્વારકામાંથી 58 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં ઝવેરનગર – 30 પેકેટ, મોજપ ગામ – 21 પેકેટ, ચંદ્રભાગા ગામ – 9 પેકેટ, વાચ્છુ ગામ – 29 પેકેટ, ગોરીજા ગામ – 26 પેકેટ ઝડપાયા હતા. એટલે કે છેલ્લા 8 દિવસમાં આટલી મોટી માત્રામાં યાત્રાધામમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જેને લઈને પણ ગુજરાત પોલીસની સરાહના કરતી ટ્વીટ હર્ષ સંઘવીએ કરી હતી.
ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ !
▪️ કચ્છ – ભુજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક જ અઠવાડિયામાં સાત અલગ અલગ જગ્યાએથી માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
▪️નારાયણ સરોવર – ૨ પેકેટ ચરસ
▪️કોઠારા – ૧૦ પેકેટ ચરસ
▪️જખૌ મરીન -…— Harsh Sanghavi (@sanghaviharsh) June 15, 2024
હર્ષભાઈ….ડ્રગ્સ તો પકડો છો પણ તે આવે છે ક્યાંથી ?
પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો એક જગ્યાએથી લાવારિસ ચરસ આટલું મળી શકે છે તો સમગ્ર ગુજરાતના સરહદી વિસ્તારોમાં કેટલુ મળી શકે છે. કારણ કે આ ડ્રગ્સ સાહેબ ગુજરાતમાં ક્યાંકથી તો પ્રવેશ કરે જ છે ને ? તો આટલું ડ્રગ્સ પકડ્યું તે સારી વાત છે. પરંતુ સરકારે એ વિચારવા જેવું છે કે આ સમગ્ર ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંથી આવે છે. અને ક્યાંકથી અહીં સપ્લાય થાય છે નહિ તો પછી સરહદી વિસ્તાર હોવાથી બહારના દેશમાંથી અહીં મોકલવામાં આવી રહ્યું હોય. એટલે સાહેબ સાબાશી સારી વાત છે. પરંતુ તેના કરતા આ એક ચેતવણી છે કે હજુ ગુજરાતમાં ઘણું ડ્રગ્સ છે તે પકડવાનું છે. આટલાથી કઈ જ થવાનું નથી.
આ પણ વાંચો : Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી