Harsh Sanghavi : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજ્યમાં આ મામલે હવે ગુજરાત પોલીસ અને સરકાર પર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં આ રોશને પગલે રાજકારણ પણ રમાઈ રહ્યું છે. પહેલા ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા રમવાના મામલે કહ્યું હતું કે સૌ કોઈ હવે સવાર સુધી ગરબા રમી શકશે. જે બાદ ગઈકાલે વડોદરામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે સુરતમાં આ ઘટના મામલે હર્ષ સંઘવી બોલતા બોલતા ભાવુક થઇ ગયા.
ગઈકાલની વડોદરાની ઘટના મામલે બોલતા બોલતા સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થઇ ગયા હતા. વડોદરાની સામુહિક દુષ્કર્મની ઘટના મામલે રાજ્યમાં હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસની ભારે ટીકા થઇ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સતત ઉઠી રહેલા સવાલોના કારણે આ મામલે ગઈકાલે સુરતના ગરબામાં હર્ષ સંઘવી પહોંચ્યા અને તેમણે આ મામલે વાત કરી હતી. અને બોલતા બોલતા તેઓ ભાવુક થઇ ગયા હતા.
સુરતમાં વડોદરા ગેંગરેપ મામલે શું બોલ્યા ગૃહ રાજ્યમંત્રી ?
ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે કહ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે, તેનાથી મારું લોહી ઉકળી ગયું છે. આ દાનવોને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું . આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રીના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનું વિચારીને કોઈ ખોટું કામ નથી કરતા.
Harsh Sanghvi એ વડોદરા દુષ્કર્મની ઘટનાને લઈ થયાં લાલઘૂમ#harshsanghvi #vadodara #vadodaranews #nirbhaynews #gujarat #nirbhaynews pic.twitter.com/W4WmcVifnP
— Nirbhaynews (@nirbhaynews1) October 6, 2024
વધુમાં હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું કે, જે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને માં અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપશે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, જ્યાં સુધી આરોપી ઝડપાઈ નહીં, ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં. નરાધમોને ગમે ત્યાંથી ઝડપી પાડીનેએવી સજા કરીશું કે કોઈ દીકરી ઉપર આ પ્રકારની નજર નહીં નાખે તેવું ઉદાહરણ રૂપ સજા કરીશું. આવા વિષય ઉપર રાજનીતિ ન થવી જોઈએ. કેટલાક લોકો ગરબા મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છે, હું એમને કહેવા માગું છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ મળી જશે, પરંતુ નવરાત્રિ અને ગરબા ઉપર રાજનીતિ કરવી જોઈએ નહીં
ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓથી ખુબ મોટા પાયે ગુજરાત પોલીસ બદનામીનો સામનો કરી રહી છે. સાથે જ દરેક જગ્યાએ હર્ષ સંઘવીની કામગીરી પર અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે હર્ષભાઈ આટલા મોટા મોટા નિવેદનો કે ભાવુક થવા કરતા, આવા નરાધમોને એવી સજા કરવામાં આવશે કે રાજ્યમાં ફરી કોઈ આ પ્રકારનું કૃત્ય કરવાનું પણ વિચારતા ડરે.
આ પણ વાંચો : Navratri 2024: નવરાત્રિના ચોથા દિવસે જાણો મા કુષ્માંડાની કથા