Hardik Patel : સરકારની જાહેરાત પહેલા જ હાર્દિક પટેલ મેદાને આવ્યા, જાહેરમાં વિરમગામને જિલ્લો જાહેર કરવાની વાત કહી દીધી !

January 4, 2025

Hardik Patel : નવા વર્ષની શરૂઆત સાથે સરકારે રાજ્યને વધુ એક નવા જિલ્લાની ભેટ આપી હતી. સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth) જિલ્લાને વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા 2025ના વર્ષમાં પણ 5 નવા જિલ્લા બનાવવાની તૈયારીમાં છે. આ વર્ષમાં અમદાવાદ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા બનશે. સાથે જ નવા જિલ્લા બનાવી સરકાર ગુજરાતમાં મેગા શહેરીકરણ કરવાનું વિચારી રહી છે. 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શહેરીકરણ વર્ષ મનાવવામાં આવ્યું હતું. હવે 20 વર્ષ પછી 2025ને પણ તે જ રીતે મનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક નેતાઓ પોતાના વિસ્તારને જિલ્લો બનાવવામાં આવે તેની માંગ કરી રહ્યા છે. ત્યારે આવો જ એક વીડિયો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં હાર્દિક પટેલે શું કહ્યું?

વાયરલ વીડિયોમાં હાર્દિક પટેલ કહી રહ્યા છે કે, થોડા સમયમાં વસ્તી ગણતરી કરવામાં આવશે. અને નવા જિલ્લાઓ બંનાવવામાં આવી શકે છે. વાવ-થરાદ ને એટલા માટે જિલ્લો બનાવવામાં આવ્યો કે, બનાસકાંઠામાંથી 4 નવા જિલ્લા બની શકે એટલો મોટો જિલ્લો છે. ત્યારે આવતા સમયમાં વિરમગામ પણ જિલ્લો બનશે. અને નળકાંઠા વિસ્તાર તાલુકો બનશે.

હાર્દિક પટેલે તો જનતા સામે આ વાત કહી દીધી. પરંતુ સરકાર જેટલા જિલ્લા વિભાજન કરીવાની તૈયારીમાં છે તેમાં ક્યાંય પણ વિરમગામના નામની ચર્ચા સુધ્ધાં પણ નથી. તો ભાજપના ધારાસભ્ય આ પ્રકારના જાહેરમાં જયારે નિવેદનો આપે છે તે તેનું તથ્ય શું ? કે માત્ર જનતાને લોભામણી લાલચો આપી મત મેળવવાનો કારસો છે.

સરકાર ગુજરાતમાં મોટા પાયે શહેરીકરણ કરી રહી છે. શહેરી વિસ્તાર હંમેશા ભાજપ તરફી રહ્યો છે. અને ગ્રામ્ય વિસ્તાર કોંગ્રેસ તરફી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ગામડાના વિકાસ માટે કોઈ કાર્ય નથી કરતી પણ, ગામડાને તાલુકાઓમાં અને તાલુકાઓને જિલ્લામાં રૂપાંતરિત કરી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ભાજપનું શહેરીકરણ ક્યારે અટકશે?

આ પણ વાંચોAravalli : અરાવલ્લીમાં કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર સગીર છોકરા સાથે પ્રેમ થયો, પ્રેમીએ તેનું અપહરણ કર્યું

Read More

Trending Video