Hamas: યુદ્ધ થયું તો ઈરાન-ઈઝરાયેલ નહીં… આ લોકો પણ હશે આમને સામને

August 4, 2024

Hamas: હમાસના વડાની હત્યા બાદથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું વાતાવરણ સતત ગરમ થઈ રહ્યું છે. ઈઝરાયેલે હજુ સુધી આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ વૈશ્વિક દુનિયાએ ઈઝરાયેલને આ ઘટના માટે જવાબદાર માની લીધું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ પણ પોતાની સેનાને ઈઝરાયેલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. હવે પ્રશ્ન એ છે કે ઈઝરાયેલ અને ઈરાન વતી કયા દેશો અને જૂથો આ યુદ્ધમાં ભાગ લેશે.

ઈઝરાયેલ અબ્રાહમ એલાયન્સની શક્યતા શોધી રહ્યું છે

આનો જવાબ ગયા મહિને અમેરિકા પહોંચેલા ઈઝરાયેલ (Israel)ના વડાપ્રધાને આપ્યો હતો. યુએસ કોંગ્રેસમાં ઉભા રહીને નેતન્યાહુએ કહ્યું કે તેઓ મધ્ય પૂર્વમાં નવા અબ્રાહમ ગઠબંધનની શક્યતા જુએ છે. નેતન્યાહુ દ્વારા સૂચવવામાં આવેલ અબ્રાહમ એલાયન્સ એ અબ્રાહમ એકોર્ડનું વિસ્તરણ છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ સંધિનો હેતુ ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો હતો. ઘણા આરબ દેશોએ આ સંધિનો સ્વીકાર કર્યો હતો અને તેના આધારે અમેરિકાએ પણ ચીનની BRIનો વિકલ્પ શોધી કાઢ્યો હતો. નેતન્યાહુ આ સંધિનો ઉપયોગ ઈરાન અને તેના પ્રોક્સી જૂથો સામે ઈઝરાયેલના વર્તમાન અને ભાવિ રાજદ્વારી સાથીઓને એક કરવા ઈચ્છે છે.

અમેરિકાએ (America) ઈઝરાયેલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય હાજરી વધારવાનો દાવો કર્યો છે. જ્યારે અન્ય યુરોપીયન દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવવા તૈયાર છે. યુએસ સૈન્યએ મધ્ય પૂર્વમાં તેના એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકનના નેતૃત્વ હેઠળ વધારાની બેલિસ્ટિક મિસાઇલો, મિસાઇલ વિરોધી પ્રણાલીઓ અને નવી ફાઇટર સ્ક્વોડ્રન તૈનાત કરી છે. આ સંભવિત હુમલાનો સામનો કરવા માટે ઈઝરાયેલ તેના ભાગીદાર દેશો સાથે સતત સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ સંભવિત યુદ્ધે ઘણી સૈન્ય શક્તિઓ એકબીજા સામે લાવી દીધી છે.

ઈરાનની એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ પણ પાછળ નથી

ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ ત્યારથી ઈરાનનું (Iran) સપનું ઈસ્લામિક વિશ્વના નેતા બનવાનું છે. ઈરાને આ હેતુ માટે ઘણા પ્રોક્સી જૂથોને પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રોક્સી જૂથો દ્વારા, ઈરાને સમગ્ર મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે. આ પ્રોક્સી જૂથોને સામૂહિક રીતે ‘એક્સિસ ઑફ રેઝિસ્ટન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથો ઈરાનના વ્યૂહાત્મક હિતોની સેવા કરે છે અને બદલામાં ઈરાન તેમને ભંડોળ પૂરું પાડે છે. તેમની મદદથી ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારે છે.

લેબનોન હિઝબુલ્લાહ

આ ગ્રુપ 1980માં શરૂ થયું હતું. તે ઈરાન સાથે શિયા ઈસ્લામી વિચારધારા ધરાવે છે. તે મુખ્યત્વે લેબનોનની શિયા વસ્તીમાંથી ભરતી કરે છે અને લેબનોનમાં ઇઝરાયેલી દળોનો સામનો કરે છે. જેની પાસે શસ્ત્રોનો મોટો ભંડાર છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તેને ભંડોળ પૂરું પાડે છે.

હમાસ ગાઝામાં ઈરાનનો સાથી

ઈરાન પેલેસ્ટિનિયન પ્રદેશોમાં હમાસ અને પેલેસ્ટિનિયન ટેરરિસ્ટ જેહાદ જેવા આતંકવાદી જૂથો સાથે સંબંધ ધરાવે છે. ઈરાન આ જૂથોને આર્થિક અને સૈન્ય સમર્થન આપવાનું ચાલુ રાખે છે.

યમનના હુથી બળવાખોરો

યમનના હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન પણ છે. 1990ના દાયકામાં બનેલું આ આતંકવાદી સંગઠન આ ક્ષેત્રમાં ઈરાનનો પ્રભાવ વધારવાનું કામ કરે છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તેમને ભંડોળ પૂરું પાડે છે. આ સાથે ઈરાનના અન્ય ઘણા આતંકવાદી જૂથો સાથે સારા સંબંધો છે. જેમ કે કતૈબ હિઝબુલ્લાહ, અસૈબ અહલ-હક અને બદર સંગઠન. આતંકવાદી સંગઠન વારંવાર અમેરિકન અને યુરોપિયન દળોને નિશાન બનાવે છે અને તેહરાન સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે.

આ પણ વાંચો: 2029માં કેન્દ્રમાં કોની બનશે સરકાર? Amit Shahએ કરી દીધી ભવિષ્યવાણી

Read More

Trending Video