Gyan Sahayak Recruitment : કાયમી શિક્ષકની ભરતીના નામે હવે જ્ઞાન સહાયકની ભરતીના ગતકડાં, TET TAT ઉમેદવારો સાથે ફરી એકવાર ગુજરાત સરકારે રમત રમી

July 25, 2024

Gyan Sahayak Recruitment : આ ભાજપ સરકારને ફક્ત લોલીપોપ આપવામાં જ રસ છે. તમે ગમે એટલા આંદોલન કરો. ગમે એટલા ધમપછાડા કરો. તમારા કામ માટે પણ કરશે તો એ પોતાના મનનું જ. તમને ખાલી ખાલી આશ્વાસન આપશે કે તમારુ અમે ધ્યાન રાખીયે છીએ. તમારુ કામ કરશું. પણ એ બધી જ વાતો મતલબ વગરની છે. જો તમે અડગ છો તો તમને પણ ડગમગાવી દેવાની ત્રેવડ છે આ સરકારમાં.

વાત હતી કાયમી શિક્ષક ભરતી (Teachers Recruitment)ની ને ફરી આવી કોન્ટ્રાકટ આધરિક “જ્ઞાન સહાયક” (Gyan Sahayak Recruitment) ભરતી જ કરવામાં આવી. આમાં કેમ સરકારની મૌખિક જાહેરાતો ઉપર ભરોસો કરવો. વિદ્યા સહાયક કે શિક્ષક સહાયક ભરતીના કોઈ ઠેકાણા નથી. “જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે” આવું કહેતા કહેતા ત્રણવાર એની ભરતી કરી. સરકારે TET TAT ઉમેદવારોની 24000 ભરતીને લઈને જાહેરાત બહાર પાડી જેમાં ફરી એકવાર ઉમેદવારોને લોલીપૉપ આપવામાં આવી છે. જે ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી ની વાત કરી રહ્યા હતા ને આંદોલન કરી રહ્યા હતા તેમને શાંત કરવા માટે 24000 ભરતી કરવાની સરકારે જાહેરાત કરી.

પરંતુ સરકારે જે જાહેરાત બહાર પાડી તેમાં 11 માસનો કોન્ટ્રાક અને જ્ઞાનસહાયક ભરતીની જ જાહેરાત કરી છે. આજ કારણે હવે ફરીથી આ ઉમેદવારોમાં આંદોલનના શૂર દેખાઈ રહ્યા છે. કારણકે આ ઉમેદવારોએ સરકાર પર ભરોસો મુક્યો હતો અને તે ભરોસો ફરીથી સરકાર દ્વારા તોડવામાં આવ્યો છે. આ અગાઉ પણ સરકારે જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી. અને એટલા માટે જે ઉમેદવારો આંદોલન કરવા ઉતર્યા હતા. ત્યારે હવે ફરીથી સરકારે જ્ઞાન સહાયક તરીકે ભરતી ની જાહેરાત કરી છે તેના કારણે ફરીવાર આંદોલનના શૂર ઊભા થયા છે.

આ પણ વાંચોSurendranagar માં સરપંચપતિ સંભાળે છે વહીવટ, તેના ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Read More

Trending Video