Gurugram Dog News: ગુરુગ્રામના પ્રતાપ નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુસ્સામાં એક પરિવારે એક રખડતા કૂતરાને બેરહેમીથી માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના ચાર સભ્યો, જેમાં એક સગીર પણ સામેલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસો પહેલા રખડતા કૂતરાએ કુલભૂષણ નામના વ્યક્તિને કરડ્યો હતો. તેનાથી ગુસ્સે થઈને કુલભૂષણ, તેમના પુત્ર દેવ કુમાર, હિમાંશુ અને એક સગીરે કૂતરા પર હુમલો કર્યો. ત્રણ લોકોએ કૂતરાને લાકડીઓથી માર માર્યો, જ્યારે બીજાએ તેના પર મોટો પથ્થર ફેંક્યો.
માર્યા પછી કચરામાં લાશ ફેંકી દીધી
Gurugram પોલીસે અહેવાલ આપ્યો કે કૂતરાના મૃત્યુ પછી આરોપીઓએ તેનો મૃતદેહ ઉપાડીને કચરાના ઢગલામાં ફેંકી દીધો. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ, સ્થાનિક રહેવાસીઓએ પોલીસને ઘટનાની જાણ કરી.
પોલીસે ચારેયની ધરપકડ કરી
પોલીસે સોમવારે ન્યૂ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધ્યો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 325 (પ્રાણીનું મૃત્યુ અથવા કાયમી ઈજા પહોંચાડવી) હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે. તેમનું કહેવું છે કે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: Indian Armyથી ચોકી ગઈ આતંકિસ્તાનની સેના! ભારતની કાર્યવાહીથી ડરી ગયું Pakistan