Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો, 21 દિવસની મળી છૂટ

August 13, 2024

Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Sauda) વડા ગુરમીત રામ રહીમને (Gurmeet Ram Rahim) ફરી એકવાર ફર્લો (Furlough) મળી ગયો છે. રામ રહીમને 21 દિવસની છૂટ મળી છે, ત્યારબાદ તે મંગળવારે સુનારિયા જેલમાંથી (Sunaria Jail) બહાર આવ્યો હતો. તેને આજે સવારે લગભગ 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ હરિયાણાની (Hariyana) સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તે ઉત્તર પ્રદેશના  (Uttar pradesh) બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લોનો સમય વિતાવશે.

ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો

એક સમયે ધાર્મિક ગુરુ બનીને પ્રચલિત ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિરસામાં પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. આ કેસમાં રામ રહીમને ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યા હતો. આ સિવાય ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ કોર્ટે ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારે  રામ રહીમ ફરી એકવાર સુનારિયા જેલમાંથી બહાર આવ્યો છે. તેને 21 દિવસની ફર્લો મળી છે. ફર્લો સમયગાળા દરમિયાન રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં રહેશે.

ફર્લો શું છે?

તમને જણાવી દીએ કે, ફર્લો એ રજા જેવું છે, જેમાં કેદીને થોડા દિવસો માટે મુક્ત કરવામાં આવે છે. ફર્લોના સમયગાળાને કેદીની સજા અને તેના અધિકારમાંથી રાહત તરીકે જોવામાં આવે છે. આ સામાન્ય રીતે લાંબા સમયથી સજા પામેલા કેદીને આપવામાં આવે છે.

રામ રહીમને વારંવાર પેરોલ અને ફર્લો સામે હરિયાણા સરકારે કરી સ્પષ્ટતા

હાલ રામ રહીમ રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ છે. તેને 19 જાન્યુઆરીએ 50 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો હતો.પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ગુરમીત રામ રહીમને વારંવાર પેરોલ અને ફર્લો સામે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટે હરિયાણા સરકારને આદેશ આપ્યો છે કે તેઓ સક્ષમ અધિકારીના નિયમોના આધારે ગુરમીત રામ રહીમને ફર્લો અથવા પેરોલ આપવા અંગે નિર્ણય લે. આ કેસની સુનાવણી દરમિયાન હરિયાણા સરકારે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે માત્ર રામ રહીમ જ નહીં પરંતુ હત્યા અને દુષ્કર્મ જેવા કેસમાં સજા કાપી રહેલા 80થી વધુ કેદીઓને નિયમો અનુસાર પેરોલ અથવા ફર્લો સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Rajkot: રાજકોટ મનપા બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો ! હવે નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

Read More

Trending Video