Gulabsinh Rajput : વાવની પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, વધુમાં આ ચૂંટણી જંગને લઈને શું કહ્યું, જુઓ આ વીડિયોમાં

November 10, 2024

Gulabsinh Rajput : બનાસકાંઠામાં હાલ વાવ વિધાનસભાની બેઠક પર રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. દરરોજ આ ચૂંટણીને લઈને કંઈકને કંઈક નવા વળાંક જોવા મળી રહ્યા છે. જેના કારણે આ ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે. વાવ પેટાચૂંટણી આગામી 13 નવેમ્બરે યોજાવાની છે. ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. વાવમાં અત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભારે આત્મવિશ્વાસ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અને કોંગ્રેસ ભાજપને તો આ રેસમાં વિરોધી તરીકે પણ નથી જોતી. ગુલાબસિંહે (Gulabsinh Rajput) કહ્યું કે, ચૂંટણીમાં જંગ માત્ર અપક્ષ સાથે જ છે. અને અમે લોકો 20 હજારની લીડથી જીતીશું. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput)નો આત્મવિશ્વાસ તેમને જીત અપાવી શકશે કે નહિ તે તો જોવાનું રહ્યું.

Read More

Trending Video