રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ , સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ખાબક્યો

September 26, 2024

Gujarat Weather Update:ગુજરાતમાં (Gujarat ) નવરાત્રી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ ફરી એક વરસાદે ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના (Surat) ઉમરપાડમાં  (Umarpada) 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે બાદ વડોદરામાં (Vadodara) ત્રણ ઈંચ, અમરેલીના લિલિયામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Update

રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા મુજબ બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં સાત ઈંચ, અમરેલીમાં સાડા ત્રણ ઈંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ, વડોદરામાં ત્રણ ઈંચ, નવસારીમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Update

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. આ સાથે ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આ પણ વાંચો :  રાહુલ ગાંધીની નાગરિકતાનો મામલો કોર્ટમાં કેમ પહોંચ્યો? લખનૌથી દિલ્હી સુધીની અદાલતોમાં સુનાવણી

Read More

Trending Video