Gujarat Weather Update :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં વરસાદ, આજે કયા ક્યા વિસ્તારોમાં વરસાદની આગાહી ?

September 10, 2024

Gujarat Weather Update : ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીના (Navsari) ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 60 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આજે (10 સપ્ટેમ્બર) દાહોદ, અરવલ્લી, નર્મદા, મહિસાગર, છોટા ઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત. તાપી, ડાંગ, નવસારી, અને વલસાડમાં હળવા વરસાદની શક્યતા છે. 11 સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. તે લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યો ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :  દેશભરમાં ચાઈનીઝ લસણની બબાલ ! આજે દેશનાં તમામ યાર્ડમાં લસણની હરાજી બંધ રહેશે

Read More

Trending Video