Gujarat Weather Update : ગુજરાતમાં ચોમાસું (Monsoon) ક્યાંક જામ્યું છે તો ક્યાંક ધીરું પડ્યુ છે. ત્યારે વરસાદની (rain) આ માહોલ વચ્ચે હવામાન વિભાગ (weather department) દ્વારા આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી (prediction) કરી છે. લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત (North Gujarat), દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ખાસ કરીને સૌરાષ્ટ્રના(Saurashtra) કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદ ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate
DAY1-3 pic.twitter.com/v3OXeX19vn— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 17, 2024
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 22 જુલાઇ સુઘી વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. આજની વાત કરવામા આવે તો આજે હવામાન વિભાગે જુનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગરમાં માં રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય, બનાસકાંઠા , પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામા આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ! Aayesha Galeriyaના વાયરલ વિડિયો મામલે Ahmedabad પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો