Gujarat Weather: રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી, આ જીલ્લાઓમાં મેઘો બોલાવશે બઘડાટી

July 8, 2024

Gujarat Weather:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ રાજ્યભરમાં મેઘમહેર (Rain) જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મોટી આગાહી (Rain forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતમાં આજે એટલે કે 8 જુલાઈ અને 9 જુલાઈના રોજ ગાજ્વીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણામાં ગાજ્વીજ સાથે વરસાદ તેમજ અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 9 જુલાઈના રોજ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

10 જુલાઈએ ક્યાં પડશે વરસાદ ?

10 જુલાઈના રોજ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, માં હળવાથી મધ્યમ વરસાદની સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

11 જુલાઈએ વરસાદની આગાહી

11 જુલાઈના રોજ સૌરાષ્ટ્રનાં અમુક જીલ્લાઓ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ગાજવીજ તેમજ હળવા વરસાદની આગાહી કરવામા આવી છે.

આ પણ વાંચો :  Uttarakhand : IMD દ્વારા 7 અને 8 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર થતાં ચારધામ યાત્રા સ્થગિત

Read More

Trending Video