Gujarat Weather: આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડેશે નહીં ?

June 10, 2024

Gujarat Weather : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે ગઈ કાલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. આકરી ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.ત્યારે હજુ પણ રાજ્યમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજથી 12 જુન સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી છે.

વરસાદને લઈને હવમાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગઈ કાલે અનેક વિસ્તારોમાં વરસાદે ધબભબાટી બોલાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.ત્યારે રાજ્યમાં હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી છે.જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે.જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. આ દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી

આજે પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી. તો અમરેલી, ભાવનગર અને, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામા આવી છે.

11 જુનના રોજ આગાહી

અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ,ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

12 જૂનની આગાહી

12 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.

વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસુ 14 જુનના રોજ પ્રવેશ કરે તેવી પુરી શક્યતા છે. જો કે, ચોમાસુ રાજ્યમાં આવે તે પહેલા અરબ સાગરમાં સર્જાયેલ એક સિસ્ટમને કારણે રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદની શક્યતા છે, જેના કારણે 9 થી 13 જુન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવર્તા વધારે રહેશે.

આ  પણ વાંચો :  BJP Gujarat:અગ્નિકાંડના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ભાજપે ઉજવણી નહીં કરવાનો કર્યો હતો આદેશ તેમ છતા અનેક જગ્યાએ કરાઈ ઉજવણી

Read More

Trending Video