Gujarat Weather: રાજ્યમાં ચોમાસું (Monsoon) બેસી ગયું છે અને ધીમુ પડેલુ ચોમાસુ હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological department) દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.
છેલ્લા 24 કલાકમાં કયાં ક્યાં વરસાદ નોંધાયો ?
આજે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી હતી અહીં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે પોરબંદરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા આ સાથે જૂનાગઢ, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં અઢી ઈંચ તેમજ ભાવનગરના ગારિયાધારમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે આ સાથે ભારે વરસાદને પગલે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી.
આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
આવતી કાલે ક્યાં પડશે વરસાદ ?
આવતી કાલે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
18 જૂનની આગાહી
18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સહીત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
19 જૂનની આગાહી
19 જૂનના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.