Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની પઘરામણી, ખંભાળીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

June 17, 2024

Gujarat Weather : ગુજરાતમાં (Gujarat ) ચોમાસુ (Monsoon) બેસી જતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બીજી તરફ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પોરબંદરમાં 3 ઈંચ, ભાણવડમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે રાણાવાવમાં 1.5 ઈંચ, નખત્રાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે આ જિલ્લાઓમા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં આગામી પાંચ દિવસ મધ્મથીભારે વરસાદની આગાહી કરવામા આવી છે.આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર પંથકમાં વરસાદની આગાહી છે.

18 જૂનના રોજ ક્યાં પડશે વરસાદ

18 જૂનના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સહીત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

19 જૂનના રોજ આ વિસ્તારમાં વરસાદની આગાહી

19 જૂનના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ ખાબકી શકે છે.

આ પણ વાંચો :  Rajkot Fire Incident : અગ્નિકાંડ કેસની તપાસ માટે સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરાઈ, જાણો ક્યા ક્યા અધિકારીઓનો સમાવેશ કરાયો

Read More

Trending Video