Gujarat Weather : રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

June 29, 2024

Gujarat Weather : હવામાન વિભાગન (Meteorological Department) આગાહીને (prediction) પગલે રાજ્યમાં ઠેર વરસાદ (Rain)વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદની આગહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

28 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 90 ટકા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 વાગ્યા સુધીમાં 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્રમાં 3 દિવસ યેલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં ખાસ કરીને પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

ભારે પવન ફૂંકાવવાની શક્યતા, માછીમારોને કરાયા એલર્ટ

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા દ્વારકામાં સાત દિવસ વરસાદનું હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અહીં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘ મહેર

હવામાન વિભાગની આગાહીને પગલે પગલે આજે સવારથી જ રાજકોટમાં અને બપોર બાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે રાજકોટનો આજી-2 ડેમ 90% ભરાઈ ગયો છે. જેથી હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : Arvind Kejriwal Custody: દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Read More