Gujarat Weather: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 178 તાલુકામાં વરસાદ, આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

July 3, 2024

Gujarat Weather:સમગ્ર રાજ્યમાં (Gujarat)મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ગઈ કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી જુનાગઢમાં ભારે વરસાદથી (heavy rain)જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બપોર બાદ અમદાવાદ (Ahmedabad)સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આજે ક્યાં જિલ્લાઓમા પડશે વરસાદ

પ્રાપ્ત જાણકારી મુજબ ગત 24 કલાકમાં ગુજરાતનાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે રાજ્યામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ અને ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Weather, ગુજરાતમાં વરસાદની આગાહી

 

4 જુલાઈએ ક્યાં પડશે વરસાદ

આવતી કાલની વાત કરવામા આવે તો આવતી કાલે પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

NDRF ની ટીમો તૈનાત

હવામાન વિભાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડમા આવ્યું છે. તંત્રને બચાવ માટે NDRF ની ટીમો પણ તૈનાત કરી છે. રાજ્યમાં NDRFની કુલ 10 ટીમો ડિપ્લોય કરાઇ છે.

આ પણ વાંચો : Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

Read More