gujarat weather forecast: ગુજરાતમાં (gujarat) હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજથી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં તેમણે રાજ્યના ક્યા ક્યા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તે અંગે જણાવ્યુ હતું.
ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, 2024 ની વિદાય માવઠા સાથે થવા જઈ રહી છે એટલે કે, 26,27,28 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા છે. અને આ માવઠું રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લે તેવી શક્યતા છે. અત્યારે ઈશાનનું ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે. આ સાથે બીજા કેટલાક પરિબળોને કારણે રાજસ્થાન અને મધ્ય ઉત્તર ભાગોમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. આ સરક્યુલેશન મજબુત બનવાને કારણે આજે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જે ત્રણ દિવસ માવઠાની આગાહી છે તેમાં સૌથી વધારે માવઠાની શક્યતા આવતી કાલે છે. આ વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં પડશે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર બાજુના જેટલા જિલ્લાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે. જેમાં ખાસ કરીને વાવ, થરાદ, ધાનેરા, ઈકબાલગઢ કે, અમિરગઢ જેવા વિસ્તારો હોય ઈટર, ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં હળવા સામાન્ય ઝાપડા જોવા મળશે. આ સાથે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો જેવા કે, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરામાં તીવ્રતાની શક્યતા છે. અહીં સામાન્ય કરતા ભારે વરસાદની શક્યતા છે.
અમદવાદ અને ગાંધીનગરમાં કેવો રહેશે વરસાદ ?
આ સાથે મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છુટાછવાયા છાપટા પડી શકે છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય છુટાછવાયા છાપટાની શક્યતા છે. તે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ખાસ કરીને તાપી, નર્મદા, ડાંગ જેવા વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવો રહેશે વરસાદ ?
આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા બહુ ઓછી છે. કચ્છના ભાગોમાં ઘાટા વાદળો છવાશે. એકાદ જગ્યાએ સામાન્ય છાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર્ના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા નથી પરંતુ સરેન્દ્રનગર , ભાવનગર અને અમરેલીમાં અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં છુટા છવાયા અને માવઠાની શક્યતા છે.
માવઠા બાદ તીવ્ર ઠંડીની આગાહી
આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં 28 તારીખથી વાતાવરણ ખુલ્લુ થઈ જશે અને માવઠું પુરુ થતાની સાથે 24 થી 48 કલાકમાં તીવ્ર ઠંડી પડશે.
આ પણ વાંચો : BZ Ponzi Scheme: BZ ગ્રુપના કૌભાંડના કેસમાં CIDની મોટી કાર્યવાહી, ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની અટકાયત