Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો

August 31, 2024

Gujarat Weather Forecast: ગુજરાત (Gujarat) રાજ્યામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદે (Heavy rains) તારાજી સર્જી છે. જેના કારણે હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી . પાણી ભરાઈ જવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરવામા આવે તો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના (Kutch) મુન્દ્રામાં (Mundra) 26 મીમી (1 ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.એટલે કહી શકાય કે, હવે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે શુક્રવારને 30 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે કચ્છના મુન્દ્રામાં 26 મીમી (1 ઇંચ) વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે અંજાર, વેરાવળ, ભાભરમાં 18 મીમી, દ્વારકા 16 મીમી, દાંતીવાડા 15 મીમી, માંડવી 14 મીમી, ખેરાલું, નખત્રાણા 12 મીમી અને હિંમતનગરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે અને અન્ય 59 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

આજે ક્યા જિલ્લાઓમાં પડશે વરસાદ ?

હવામાન વિભાગે આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : એક તરફ “કુપોષણ મુક્ત” ગુજરાતની વાતો બીજી તરફ નાના ભૂલકાઓને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી?

Read More

Trending Video