Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં ખાબક્યો

September 6, 2024

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. જેમાં ગુજરાત (Gujarat) પર લો સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. આ વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામા આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં (vijapur) 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

આ સાથે આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર શરુ થઈ છે. આજે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરના માણસા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દહેગામમાં 2.83 ઈંચ અને ખેડાના કપડવંજમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Gujarat Weather Forecast

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.

અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 120%થી વધુ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183%થી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે  ભારે  વરસાદ વરસતા નદી નાળાઓ પણ છલકાયા છે.

આ પણ વાંચો : TRP ગેમઝોન આગકાંડ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવેથી ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી લેવી ફરજિયાત, જાણો વિગતો

Read More

Trending Video