Gujarat Weather: ગુજરાતમાં નિષ્ક્રિય બન્યું ચોમાસું, જાણો ક્યાં સુધી વરસાદ પર રહેશે બ્રેક

June 12, 2024

Gujarat Weather: ગઈ કાલે ગુજરાતમાં (Gujarat) સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. આ વર્ષો ચોમાસુ તેના નિયત સમય કરતા વહેલુ ચાલી રહ્યુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે કે, ચોમાસું હાલ નિષ્ક્રિય થઈ ગયુ છે જેથી હાલ વરસાદની (Rain) શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં માત્ર છુટો છવાયો વરસાદ વરસી શકે છે.

ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, ગઈ કાલે નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ ગયો છે. ગઈ કાલે નૈઋત્યના ચોમાસાની શરુઆત દક્ષિણ ગુજરાતમાંથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયુ છે. પણ અનેક વખત એવું બને છે કે, ચોમાસુ રાજ્યમાં પ્રવેશ કરે પરંતુ પ્રવેશ કરતાની સાથે જ ચોમાસુ નિષ્ક્રિય થઈ જતુ હોય છે આવું અનેક વખત બનતુ હોય છે. જેને મોન્સુન બ્રેક કહેવામા આવે છે. તે મોન્સુન બ્રેકની પરિસ્થિત ચાલુ વર્ષમાં થઈ છે.

મોન્સુન બ્રેકની પિરિસ્થિતિ ક્યાં સુધી રહેશે ?

ગઈ કાલે જે રીતે નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કર્યું દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી ચોમાસુ પહોચી ગયુ હતું. પરંતુ ત્યા પહોંચતાની સાથે જ ગઈ કાલ રાતથી ચોમાસુ નિષ્રક્રિય થઈ ગયું છે. મોન્સુન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ અરબી સમુદ્દરમાં કોઈ પણ એવું પ્રેસર નથી જેના કારણે આ ચોમાસુ આગળ વધે. આ મોન્સુન બ્રેકની પિરિસ્થિતિ એક અઠવાડિયા સુધી જોવા મળે તેવી શક્યતા છે. એટલા માટે એક અઠવાડિયા સુધી રાજ્યમાં ધોધમાર કે સાર્વત્રિક વરસાદ થાય તેવૂ શક્યતા દેખાતી નથી.

કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થશે

જો કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્ચારોમાં છુટાઠવાયા વરસાદો ચાસુ રહેશે. જેવી રીતે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ થઈ રહ્યા છે અનેક જગ્યાએ થંડર સ્ટ્રોમ એક્ટિવીટી થઈ રહી છે. તેમ કોઇ કોઈ જગ્યાએ થંડર સ્ટ્રોમ એક્ટિવીટી થાય અને ત્યાં તીવ્રતા સાથે બેથી અઢી ઈંચ વરસાદ થઈ શકે છે. તો તે વિસ્તારના ગામડાઓને વાવણી લાયક વરસાદનો લાભ મળી શકે છે. પરંતુ સાર્વત્રિક વરસાદ હમણા નહીં જોવા મળે. છુટા છવાયા વરસાદો જોવા મળશે. આ મોન્સુન બ્રેકની પરિસ્થિતિ થોડી લાંબી ચાલે તેવું અમારુ તારણ છે.

20 તારીખ પછી ફરીથી નૈઋત્યનું ચોમાસુ સક્રિય થશે

અરબી સમુદ્રમાં ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16 અને 17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, જો કે તેમાં કોઈ મોટી ઉથલ પાથલ થાય તેમજ સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી એટલા માટે હમણા કોઈ વરસાદના મોટા રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછી ફરીથી નૈઋત્યનું ચોમાસુ સક્રિય થઈ આગળ વધશે. તે પછી સાર્વત્રિક વરસાદના લાભ મળી શકશે.

 ચોમાસાને બ્રેક લાગતા  ખેડૂતો ચિંતામાં

મહત્વનું છે કે, વાવણીની સિઝનમાં ગુજરાતમાં ચોમાસુ બેસી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.  ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ચોમાસાને બ્રેક લાગતા ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડશે.

આ પણ વાંચો : Ganesh Gondal Case : દલિત સમાજના આક્રોશને જોતા Jayrajsinh Jadeja ના ઘરની બહાર સુરક્ષા વધારાઈ

Read More

Trending Video