Gujarat Weather Forecast:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

June 30, 2024

Gujarat Weather Forecast: રાજ્યમાં ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ છેલ્લા કેટલાક દિવસથી વરસાદે (Rain) રાજ્યના વિવિધ જિલ્લાઓને આવરી લીધા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat)ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે આઆજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાશે અમદવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થોએ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આ સાથે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે મેઘ મહેર જોવા મળી હતી.

આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભભાગ દ્વારા આજે બનાસકાંઠા, કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દીવમાં વરસાદની આગાહી કરવામા આવી છે.

આવતી કાલ માટે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતી કાલે એટલે કે, સોમવારે જુનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Weather : રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Read More

Trending Video