ગુજરાતીઓ અતિભારે વરસાદ માટે રહેજો તૈયાર, આટલા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

August 3, 2024

Gujarat Weather Forecast:Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે.

ગુજરાત માટે આગામી 3 કલાક ભારે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી, કચ્છ અને બનાસકાંઠામાં આગામી 3 કલાક ભારે વરસાદની શક્તા છે. જ્યારે મોરબી, જામનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર, અમદાવાદ,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ,દાહોદ, સુરેન્દ્રનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામા આવી છે.

આજે  આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ખાસ કરીને સુરત વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ , નર્મદા ભરૂચમાં ભારે વરસાદ તેમજ ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે તેમજ મધ્યમ વરસાદની આગાહી

આ સાથે ભાવનગર, અમરેલી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ છુટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 30/40 કિમી રહેશે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામા આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ

Read More

Trending Video