Gujarat Weather Forecast : રાજ્યમાં ચોમાસું ( Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની (Rain) વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે નવરાત્રીનો (Navratri 2024) તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ગુજરાતીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં અત્યારથી જ નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આયોજનકો અને ખેલૈયાઓને પ્રશ્ન છે કે નવરાત્રીમાં વરસાદ આવશે કે નહીં ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. ત્યારે વરસાદની આગાહીને પગલે ખેલૈયાઓ-ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુપણ સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર વચ્ચે સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.આ દરમિયાન ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યારેક ક્યારેક વરસાદ પડી શકે છે. અનેવડોદરા અને પંચમહાલ પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં પણ વરાસદની શકયતા છે.
નવરાત્રીમાં કેવો રહેશે વરસાદ ?
આ સાથે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશેતે અંગે તેમણે જણાવ્યું છે કે, બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે જેના કારણે દક્ષિણ ગુજરાતનાં, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓક્ટોબર માસમાં સાગર કાંઠે સાયક્લોન બનવાની પણ શક્યતા છે. જેના કારણે 7થી 13 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. તેમજ બંગાળ ઉપસાગરમાં 14થી 28 ઓક્ટોબર હલચલ જોવા મળશે. 17 અને 18મી તારીખે પણ દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં હૃદયદ્રાવક ઘટનાઃ ચાર પુત્રીઓ સાથે પિતાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પત્નીનું થયું હતું મોત