Gujarat Weather : ગુજરાતમાં માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે તેમ તેમ ગરમી પણ વધી રહી છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં, માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીથી ઉપર ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ છે.
બેવડું હવામાન
હવામાન વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. જોકે, ઉત્તર ગુજરાતના આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું યથાવત રહ્યું. તે જ સમયે, ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હતું. વધુમાં, રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે.
આગામી 7 દિવસમાં હવામાન કેવું રહેશે?
આ સાથે, હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાનની સ્થિતિ શું રહેશે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તે જ સમયે, 29 માર્ચ અને 30 માર્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહી
આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળા પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં 1 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. દરમિયાન, 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછી, સમગ્ર વિસ્તારમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આજે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે.
7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતમાં તાપમાન ભુજમાં 38 ડિગ્રી, નલિયામાં 33, કંડલામાં 37, અમરેલીમાં 40, ભાવનગરમાં 39, દ્વારકામાં 29, ઓખામાં 31, પોરબંદરમાં 36, રાજકોટમાં 41, વેરાવળમાં 35, દીવમાં 33, મહુવામાં 36, કેશોદમાં 39, અમદાવાદમાં 41, ડીસામાં 41, ગાંધીનગરમાં 41, વલ્લભવિદ્યાનગરમાં 41, બરોડામાં 41, સુરતમાં 38 અને દમણમાં 34 ડિગ્રી રહેશે.
આ પણ વાંચો : Jignesh Dada : કથાકાર જીગ્નેશ દાદાની ચાલુ કથામાં અચાનક તબિયત લથડી, તેમની તબિયતને લઇ મોટા અપડેટ