વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મનમુકીને હોળી રમી, કવાંટની હોળીને લઈને આપ્યુ મોટુ નિવેદન

March 12, 2025

Gujarat Vidhansabha Rangotsav Celebration: આવતી કાલથી હોળીનો તહેવાર શરુ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) પ્રાંગણમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધૂળેટીનું વિશેષ આયોજન કર્યુ હતું.આ હોળીની ઉજવણીમાં મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.રંગબેરંગી કલર અને સજાવટથી વિધાનસભાનું પ્રાંગણ કલરફૂલ બની ગયું હતું. નેતાઓ રાજનીતિ ભુલીને ધુળેટીના રંગમાં રંગાયા હતા. નેતાઓએ એકબીજીને રંગ લગાવ્યો હતો અને ડાન્સ કરીને ધામ ધૂમથી ધુળેટીની ઉજવણી કરી હતી.

હોળી રમ્યા બાદ હર્ષ સંઘવીએ કવાંટની હોળીને લઈને આપ્યુ મોટુ નિવેદન

હર્ષ સંઘવીએ કહ્યું કે, ભલાભલાની દુશ્મની દોસ્તીમાં બદલાય તે ઉત્સવનું નામ છે હોળી . આજે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટની હોળી ગુજરાતના વિધાનસભાના સાથી સભ્યો ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગ દર્શનમાં, મુખ્યમંત્રી પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગમાં રંગાયા છે અને મુખ્યમંત્રીએ આજે ખુશીનો રંગ ગુજરાતના દરેક ક્ષેત્ર સુધી પહોંચે તે માટે આ હોળીના ઉત્વનું આયોજન કરવામાં આવ્યું છે.

આપણા ક્વાટની હોળી ગુજરાતના દરેક નાગરિકોએ પોતાના પરિવાર સાથે માણવા જેવી હોળી છે. આ હોળી સામાન્ય હોળી નથી પરંતુ આપણા આદિવાસી ભાઈઓની પરંપરા, સંસ્કૃતિ અને કલાનો ખુબ મોટો ઉત્સવ છે જે જોવા માટે લાખો લોકો ત્યાં પધારતા હોય છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ક્વાટની હોળીને ઈન્ટરનેશનલ હોળી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ક્વાટથી અહીં પધારેલા આદિવાસી ભાઈઓ બહેનોએ તેમનું અલગ આર્ટ ગુજરાતના ખુણે ખુણે સુધી વિધાનસભાના માધ્યમથી પહોંચાડી છે. સૌ કલાકારોને વંદન કરીને તેમનું અમે સ્વાગત કર્યું છે અને આ વિભાગોને આગળ વધાવવાનું કામ કરવામા આવી રહ્યુ છે.

આજે હોળીના રંગે અનેક ધારાસભ્યો, પક્ષ વિપક્ષના ધારાસભ્યો રંગાયા કારણ કે આ આપડો ઉત્સવ અને સંસ્કતિ છે. જે તમામે માનવવો જોઈએ. મને વિશ્વાસ છે કે, આવતા વર્ષે કવાંટની હોળીને દેશ સુધી પહોંચાડવામાં સફળ થઈશું.

આ પણ વાંચો :  રંગ બરસે! ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં હોળીની ઉજવણી, મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ રંગમાં રંગાયા

Read More

Trending Video