Gujarat Teachers : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ છે. આ શિક્ષકો ચાલુ સરકારી નોકરીએ વિદેશમાં જલસા કરતા હોય અને સરકારી પગાર પણ લેતા હોય તેવા કેસ સામે આવ્યા છે. આ પ્રકારનો કેસ સૌથી પહેલા બનાસકાંઠામાંથી બહાર આવ્યો હતો. જે બાદ આ પ્રકારના રોજ એક નવા કેસ સામે આવી રહ્યા છે. આજે જ સુરતની એક સરકારી શાળાના 5 ભૂતિયા શિક્ષકોનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ સરકારને હવે રહી રહીને ભાન થયું કે આ અમારે આ લોકોને સજા કરવી પડે. ત્યારે આજે સરકારે આ મામલે એક મોટી કાર્યવાહી કરી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગની શાળાઓમાં શિક્ષકોને લીલા લહેરની સ્થિતિ જ હોય છે. બાળકોને ભણાવે કે ન ભણાવે કોઈ બોલવાનું નથી. એક બાદ એક જયારે આ શિક્ષકોની પોલ ખુલી ત્યારે સરકારને પણ થયું કે ક્યાંક અમારી પણ પોલ ખુલી જશે. જેને લઈને હવે ગુજરાતમાંથી આજે 134 જેટલા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે. જેની યાદી સરકાર અને શિક્ષણ વિભાગ સુધી પહોંચી જતા તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બાદ રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાનો ખુલાસો થયો છે. જેમાં વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટીસ પાઠવવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના ૩ શિક્ષકોને બરતરફ તો 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે. ગુજરાતમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનો ખુલાસો થયો હતો. આ આંકડો તો સરકારી છે.. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય હતી.
આ પણ વાંચો : Chaitar Vasava : કેવડિયામાં મૃતક આદિવાસી યુવકના પરિવારનો મોટો ખુલાસો, ચૈતર વસાવાને તેમને મળવા દેવાની કરી માંગ