Gujarat Teacher: ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક આશિષ પટેલના ઘરે તાળું, જાણો આશિષ પટેલને લઈને શું થયા ખુલાસા

August 12, 2024

Gujarat Teacher: ગુજરાતમાં સરકારી શાળામાં (Gujarat government schools) ચાલી રહેલ લોલમલોલ હવે સામે આવી રહ્યું છે. રાજ્યની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી (teachers Absence) બાદ હવે ભૂતિયા ક્ષિક્ષકોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ બનાસકાંઠામાંથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ અન્ય શાળાઓમાં પણ આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખેડાના કપડવંજમાં તો ડમી શિક્ષકની ઘટના સામે આવી હતી. જેમાં સરકારી શિક્ષક આશિષ પટેલે પોતાને સ્થાને ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં મુખ્ય શિક્ષક વિશે તપાસ કરતા જાણવા મળ્યિુ કે, સરકારી શિક્ષક આશિષ પટેલ મૂળ અરવલ્લી જિલ્લાના રડોદરા ગામના રહેવાસી છે. તે પોતાની જગ્યાએ ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ નિર્ભય ન્યુઝની ટીમ બાયડના રડોદરા ગામે  પહોંચી હતી. –

શિક્ષક આશિષ પટેલના ઘરે પહોંચી નિર્ભય ન્યુઝની ટીમ

જાણકારી મુજબ રડોદરા ગામના રહેવાસી શિક્ષક આશિષ પટેલ બાયડ તાલુકાના અને વાંટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આશિષ પટેલ પોતાની જગ્યાએ ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા.જાણકારી મુજબ આશિષ પટેલ અન્ય ધંધા સાથે સંકળાયેલા હોવાથી તેમની જગ્યાએ બીજા શિક્ષકને ભણાવવા માટે મોકલતા હતા હોવાનું સામે આવ્યું છે જ્યારે નિર્ભય ન્યુઝની ટીમ શિક્ષક આશિષ પટેલના ઘરે પહોંચી ત્યારે તેના ઘરને તારું લગાવેલું હોવાથી કોઈ મળ્યું ન હતું. હાલ આ પરિવાર અને શિક્ષક ક્યાં છે તે જાણી શકાયું નથી. જો કે હવે આ મામલે તપાસનો રેલો આવતા શિક્ષક શિક્ષક ચિંતામાં મુકાયા છે.

તપાસના નામે માત્ર નાટક

હવે ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકની સામે તપાસ કરવામા આવી રહી છે ત્યારે આમાં શાળાના સંચાલકો તેમજ અધિકારીઓ સુધી પણ તપાસનો રેલો પહોંચી શકે છે. જો કે આ મામલે યોગ્ય તપાસ થાય છે કે નહીં તે પણ એક સવાલ છે. કેમકે આ મામલે તપાસ નામે અધિકારીઓ઼ માત્ર નાટક કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે ભૂતિયા શિક્ષક આશિષ પટેલે જે શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભાડે રાખ્યો હતો તે ડમી શિક્ષક વિજય હવે શાળાના સફાઈકર્મી બની ગયા હોવાનું ખુલ્યું છે. આ મામલે જ્યારે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે ડમી શિક્ષક વિજય દિવ્યાંગ અને શાળાના સફાઈકર્મી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે અધિકારીઓે તપાસના નામે ખોટા રિપોર્ટ રજુ કરીને સરકારને ગેરમાર્ગે દોરવાના પ્રયાસનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો :  Gujarat Congress : રાજકોટ અગ્નિકાંડના ઘટના સ્થળે પહોંચી ન્યાયયાત્રા , કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

Read More

Trending Video