લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે . ત્યારે લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપ એક બાદ એક મેરેથોન બેઠકો કરી રહ્યું છે. તેમજ ભાજપ આ વખતે ઘણા ફેરફાર કરવાનું વિચારી રહી છે.
ભાજપના સંગઠનમાં ફેરફારની શક્યતા
ભાજપ આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ભરાઈ શકે છે. ટૂંક સમયમાં જ પ્રદેશ ભાજપ ખાલી પડેલા હોદાઓ પર નિમણૂક હાથ ધરશે. ભાજપમાં હાલ બે મહામંત્રી, બં મંત્રી અને એક આઈટી. કો. કન્વીનરના પદ ખાલી છે.
આ ખાલી જગ્યાઓ ભરાશે
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ પદ પર હજુ સુધી કોઈની નિમણૂંક કરવામાં નથી. તેમજ પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામુ આપી દેતા પ્રદેશ ભાજપ મંત્રીનું પદ પણ ખાલી છે. જેથી ભાજપ દિવાળી પહેલા જ આ ખાલ પદો પર નિમણૂક કરી શકે છે. તેમજ જ્ઞાતિગત સમિકરણો આધારે ભાજપ નિમણૂક કરી શકે તેવી શક્તા વ્યક્ત કરવામા આવી રહી છે.
નવા ચહેરાની થઈ શકે છે પસંદગી
ભાજપમાં મહત્વના આ ખાલી પદો પર કોની નિમણૂક કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ કહેવમાં આવી રહ્યું છે કે, ભાજપ નવા ચહેરાની પસંદગી કરી શકે છે.