Gujarat Rain Updates : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વહે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના (Banaskantha) દાંતા (danta) તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ ભાવનગરના મહુવા અને વલસાડના ઉમરગામમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.આ સાથે 17 તાલુકામાં અડધોથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે 8 વાગ્યા સુધીમાં ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો
આજે 1 ઓગસ્ટ 2024, ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં 8 એમએમ વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્તા છે. જેમાં બનાસકાંછા, પાટણ, મહેસામા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ સાથે કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવસમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો
જો રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરવામા આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 84 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં 42 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ સારા વરસાદના પગલે ગુજરાતમાં 47 ડેમો 100 ટકા ભરાઈને છલકાયા છે.
આ પણ વાંચો : Himachal Cloudburst:શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, એકનું મોત, 28 લોકો ગુમ