Gujarat Rain Updates: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા વરસાદના આંકડાઓ પર એક નજર કરીએ તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના (Navsari) ખેરગામમાં (Khergam) 9 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરાદ નોંધાયો છે. આ સાથે ધરમપુરમાં 7.28 ઈંચ તેમજ વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.આ સાથે 12 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ અને 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો ન્ય જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
નવસારીમાં મેઘરાજાનું તાંડવ
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામા આવ્યું છે.
આજે ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : Bihar News : બિહારના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 8 ના મોત, અનેક ઈજાગ્રસ્ત