Gujarat Rain Update : ગુજરાતમાં અનરાધાર વરસાદે (Gujarat Rain) હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને (heavy rain) કારણે રાજ્યમાં અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજયમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ?
જાણકારી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જે બાદ કચ્છના અબડાસામાં પોણા 11 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ કલ્યાણપુરમાં સવા 10 ઈંચ, લખપતમાં પોણા 9 ઈંચ, ખંભાળિયામાં પોણા 9 ઈંચ, જામજોધપુરમાં સાડા 8 ઈંચ, દ્વારકામાં સાડા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નખત્રાણામાં 8 ઈંચ, કચ્છના માંડવીમાં સવા 7 ઈંચ, કાલાવડમાં પોણા 7 ઈંચ, લાલપુરમાં સાડા 6 ઈંચ, લોધિકા અને ધોરાજીમાં પોણા 6 ઈંચ, કુતિયાણામાં 5 ઈંચ, જામકંડોરણામાં 5 ઈંચ, અંજારમાં પોણા 5 ઈંચ, રાણાવાવમાં પોણા 5 ઈંચ, જામનગર અને પોરબંદરમાં સવા 4 ઈંચ, જેતપુરમાં પોણા 4 ઈંચ, મુન્દ્રામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Rajkot: હીરાસર એરપોર્ટ પર ફરી દુર્ઘટના! એરપોર્ટની છત બાદ હવે દિવાલ ધરાશાયી