Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં નોંધાયો હતો. ત્યારે 14 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. બુધવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. તેમજ મોરબી તેમજ કચ્છમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છેટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
જુઓ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?
આ પણ વાંચો : Firing In America: જ્યોર્જિયાની શાળામાં ફાયરિગની ઘટના, 4 ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત