Gujarat Rain Update: રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ સર્જાશે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ લાવશે વરસાદ

July 20, 2024

Gujarat Rain Update: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ રાજ્યમાં ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે ભારે તારાજી સર્જી છે.ત્યારે આગામી દિવસોમા વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ( Ambalal Patel) મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમને કારણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે.આ સાથે જામનગરના ભાગોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.

 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે, જેના પગલે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ઑગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : Bangladesh Violence: બાંગ્લાદેશ હિંસામાં ફસાયેલા 978 ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી

Read More

Trending Video