Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ
પ્રાપ્ત જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો આ સાથે ડાંગ-આહવામાં સવા 2 ઈંચ, વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, કપડવંજમાં પોણા 2 ઈંચ, વાલિયામાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, ધરમપુરમાં સવા ઈંચ, ડેડિયાપાડામાં સવા ઈંચ, સુબિરમાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, કપરાડામાં સવા ઈંચ, વ્યારામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચમી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજની વાત કરવામા આવે તો આજે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 25 જેટલાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajasthan: જયપુરમાં પણ દિલ્હી જેવી દુર્ઘટના, બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાતા 4 વર્ષની બાળકી સહિત 3 ના મોત