Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

July 9, 2024

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના 8 જિલ્લા અને 2નકેન્દ્ર શાસિત પ્રદેશોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ નાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોમાં  ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Read More

Trending Video